પાન-બીડી-સિગરેટ-ગુટકા-માવામાંથી વ્યસન મુક્ત કરાવાયા

કોટી વૃક્ષ અભિયાન બિદડા તથા માનવજ્યોત સંસ્થા ભુજનાં પ્રયત્નોથી લોકડાઉન દરમ્યાન પાન-બીડી- સિગારેટ-ગુટકા-માવાનાં બાંધાણી એવા ૭૧ લોકોને રોજિંદા વ્યસનમાંથી મુક્ત કરાવાયા હતા. એમને આઠ દિવસ સુધી ઝુંડુ કંપનીની આયુર્વેદીક ખદીરાદી ગુટીકા ચુસવા આપ્યા બાદ તેઓ વ્યસનમાંથી મુક્ત થયા હતા. યુવાનો સાથે બંધાણીઓને પણ માનવજ્યોત સંસ્થાએ સમજપૂરી પાડી વ્યસન મુક્ત કરાવ્યા હતા. શ્રી એલ.ડી. શાહ, પ્રબોધ મુનવર તથા કાર્યકરો આ ઝુંબેશ અને અભિયાનને આગળ ધપાવી રહ્યા છે.