માંડવી તાલુકાનાં બિદડા ગામે માતુશ્રી મુક્તાબેન મણિલાલ માવજી ફુરિયા (પટેલ પરિવાર) દ્વારા ગામમાં ધુવા બંધ જમણનું આયોજન કરાયું હતું. વધી પડેલી ગરમાગરમ રસોઇ વાહન દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને મોકલવામાં આવી હતી. સંસ્થાએ ભુજનાં જુદા-જુદા વિસ્તારોમાં ભૂંગા અને ઝુંપડીપટ્ટીઓમાં રહેતા ૧ હજાર ગરીબો તથા શ્રમજીવીકોને આ રસોઇ વિતરણ કરતા મગદાળનો શુદ્ધ દેશી ઘીનો શીરો, ખમણ, દાળ-ભાત, શાકનો સ્વાદ માણી ભરપેટ જમી ખુશી વ્યક્ત કરી હતી.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, દિપેશ શાહ, આનંદ રાયસોની, ચમનલાલ જીવાણી, સલીમ લોટા, રાજુ જાગી, વિક્રમ રાઠીએ સંભાળી હતી.