ઇન્ટરેકટ કલબ ઓફ ભુજ વોલ સીટી દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી લક્ષ્મીબેન તથા જમનાદાસભાઇ વેલજી ઠક્કરની ૫૬ મી લગ્નતિથિ નિમિત્તે ભુજનાં હમીરસર તળાવ કિનારે કુંડા-ચકલીઘર તથા કાપડની થેલીઓનાં વિતરણ સાથે પ્રેરણારૂપ સેવા કાર્યો કરાયા હતા. તેમજ માનવજ્યોત સંસ્થા ભુજને જમનાદાસભાઇ ઠક્કર પરિવાર દ્વારા અનુદાન અપાયું હતું.
મહાદેવ ગેટથી હમીરસર તળાવ ઓટલા પાસેથી પસાર થતા દરેક રાહદરીઓને કુંડા-ચકલીઘર-કાપડની થેલીઓ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. કલબનાં પ્રમુખ નંદની ઠક્કર, સેક્રેટરી ફીદા માણેક, કલબ મેન્ટોર નીરજ શાહ, પ્રોજેકટ ચેરમેન દેવ ઠક્કર, સભ્ય ધૈર્ય દાવડા, વ્યોમ ભાનુશાલી, હેતવી લોહાર, સમય પારેખ તથા કલબનાં સભ્યો જીવદયા કાર્યમાં જોડાયા હતા. કાપડની થેલી સ્વ. પ્રભુદાસ ખેતશી સોની પરિવાર દ્વારા વિતરણ કરવામાં આવેલ. વ્યવસ્થામાં માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, રાજેશ જોગીએ સહકાર આપેલ.