દુર્ગાષ્ટમી નિમિત્તે 51 બાળશ્રમયોગીઓને નવા વસ્ત્રો અર્પણ કરાયા

દુર્ગાષ્ટમી નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી ભગવતી વિદ્યામંદિર બાળશ્રમયોગીઓને અક્ષરદાન શાળાનાં 51 બાળશ્રમયોગીઓને નવા વસ્ત્રો, ચશ્મા, મોજા, દંતિયા, પાકીટ સહિતની વસ્તુઓ દાતાશ્રી જે.કે. અંતાણી પરિવાર દ્વારા અર્પણ કરાતાં બાળશ્રમયોગીઓએ ખુશી વ્યક્ત કરી દાતાશ્રી પરિવારને અંતરનાં આશિર્વાદ પાઠવ્યા હતા. દરેક નાના ભૂલકાઓ, બાળકો, રંક બાળકો તથા દીકરીઓએ નવરાત્રી પર્વની ખુશી વ્યક્ત કરી હતી.

વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, શિક્ષીકા બિંદીયાબેન પંડ્યાએ સંભાળી હતી.