ઓમકારેશ્વર મહિલા મંડળની અનેરી સેવા

ભુજ શહેર મુન્દ્રા રોડના આઇયાનગર વિસ્તારનાં ઓમકારેશ્વર મહિલા મંડળ ભુજ દ્વારા તૈયાર રસોઇ બનાવી માનવજ્યોત સંસ્થા ભુજને આપવામાં આવતાં ભુજ વિસ્તારમાં જરૂરતમંદો ભરપેટ જમ્યા હતા. મહિલા મંડળનાં કમલબેન જાષી, જાગૃતિબેન અંતાણી, જયેન્દ્રબાળા માંડલીયા, ભાવનાબેન સોની, હેતલબેન મહેતા, સીમાબેન કોકા, જ્યોતિબેન મડિયાર, પ્રવિણાબેન, હંસાબેન, પ્રિયાબેન તથા મંડળનાં સર્વે બહેનોએ તૈયાર ભોજન બનાવવા સહભાગી બન્યા હતા. વિનોદભાઇ માંડલીયા, ચેતન મારાજ ઉપસ્થત રહ્યા હતા. પ્રબોધ મુનવર, શંભુભાઇ જાષીએ આભાર માન્યો હતો.