જરૂરતમંદો સુધી ધાબડા પહોંચાડી ઠંડી સામે રક્ષણ અપાયું

શ્રી શ્રદ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટ-ભુજ તથા શ્રી અરિહંત નગર મહિલા મંડળ ભુજ દ્વારા ભુજ શહેરનાં જરૂરતમંદ લોકોને ગરમ ધાબડા વિતરણ કરી ઠંડી સામે રક્ષણ આપવામાં આવ્યું હતું. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ ઝુંપડા અને ભુંગામાં રહેતા અને ઠંડીમાં ઠુંઠવાતા લોકો સુધી ગરમ ધાબડા પહોંચ્યા હતા.

મિતાબેન ગોર, કલ્પાનાબેન ઠક્કર, દિવ્યાબેન ગોર, હેતલબેન ઠક્કર, સોનલબેન ભરતવાલા, રસીલાબેન પંડયા, શ્રદ્ધાબેન ગોર, તેમજ હાર્દિક ગોર, પરબત રબારી, રાણાભાઇ રબારી તથા માનવજ્યોત સંસ્થાનાં કાર્યકરોએ સહકાર આપ્યો હતો.