મુમુક્ષ હિતાંશીબેને પોતાનો જન્મદિવસ માનસિક દિવ્યાંગો વચ્ચે ઉજવ્યોત્રણે બેનો આગામી તા. 24 ના માનકુવા મધ્યે દીક્ષા અંગીકાર કરશે

આગામી તા. 24-6 ના સંયમનગરી માનકુવા-કચ્છ મધ્યે દીક્ષા અંગીકાર કરનાર મુમુક્ષુ બંસીબેન, મુમુક્ષુ કેન્સીબેન, મુમુક્ષુ હિતાંશીબેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પાવન
પગલા પાડી આશ્રમનાં માનસિક દવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું.

મુમુક્ષુ હિતાંશીબેને પોતાનો જન્મદિવસ માનસિક દિવ્યાંગો વચ્ચે ઉજવ્યો હતો. માનવજ્યોત દ્વારા ત્રણે મુમુક્ષુનું સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર તથા આનંદ રાયસોનીએ હાર, સાલ, નાળિયેરથી સન્માન કર્યું હતું.

શ્રી માનકુવા જૈન સંઘ તથા માતુશ્રી નિર્મળાબેન કિશોરચંદ્ર શાહ પરિવાર રત્નકુક્ષી માતા હેતલબેન તથા પ્રેમાળ પિતા પરેશભાઇની પણ અનુમોદના કરવામાં આવેલ.

ભૌતિક સાધનોની વચ્ચે સાધનાંનો માર્ગ સ્વીકારનાર ત્રણે મુમુક્ષુએ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવી ધન્યતા અનુભવી હતી. સન્માનનો પ્રત્યુતર આપતાં ત્રણે મુમુક્ષુએ જણાવ્યું હતું કે, અમારા
ત્રણેની સંયમ યાત્રા જિનશાસનને ગૌરવ અપાવનારી બની રહે તેવા આશિર્વાદ આપશો.