શમશનીવટી આર્યુવેદિક ગોળીઓનાં ૧૦ હજારથી વધુ પેકેટો વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા કચ્છ જિલ્લા પંચાયત જિલ્લા આયુર્વેદિક શાખા અને જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રીનાં માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં ભુજ શહેરમાં દશ હજારથી લોકોને શરીરમાં રોગપ્રતિકાર શક્તિ વધારવા શમશનીવટી આર્યુવેદિક ગોળીઓનાં પેકેટો વિતરણ કરવામાં આવ્યા છે.

વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહે સંભાળી હતી.