માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત હરત-ફરતું નિઃશુલ્ક છાસ કેન્દ્ર ઉનાળાની કાળઝાળ ગરમીમાં સતત ૩ મહિનાં સુધી વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી ચાલુ રખાયું હતું.
દરરોજ ૩૦૦ લીટર છાસ વિતરણ કરાઇ હતી. જેનો ૩ મહિનામાં એક લાખથી વધુ જરૂરતમંદ લોકો બરફ, નમક, ઝીરાવારી છાસનો લાભ લીધો હતો. નિઃશુલ્ક છાસ કેન્દ્રને ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં સતત હરતું ફરતું રખાયું હતું. અને અનેક લોકોનાં જઠારાગ્નિ ઠાર્યા હતા. ઉનાળાનાં ૩ મહિનાં પૂરા થતાં છાસ કેન્દ્રની પુર્ણાહુતિ કરાઇ હતી. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોની, રાજેશ જોગી, વિક્રમરાઠીએ સંભાળી હતી.

