ઉત્તરપ્રદેશનો ગુમ યુવાન 4 વર્ષ પછી મળ્યોપિતા-પુત્રીનું 4 વર્ષે થયું મિલન

ઉત્તરપ્રદેશનાં પુરવા જીલ્લાનાં બેરાઇચ ખારિધાર વિસ્તારનો યુવાન દુઃખીરામ ઉ.વ. 31 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે અનેક રાજ્યોમાં સતત રખડતો-ભટકતો રહ્યો હતો. ચાર વર્ષ પછી તે કચ્છનાં માંડવી તાલુકાનાં નાનાભાડિયા વિસ્તારમાંથી માનવજ્યોતનાં કાર્યકર દેવાંગભાઇ ગઢવીને મળી આવતાં તેમણે પોતનાં વાહન મારફતે આ યુવાનને માનવજ્યોત કાર્યાલયે પહોંચાડેલ.

શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે તેને આશ્રય આપવામાં આવ્યો. સેવાશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઉત્તરપ્રદેશ પોલીસની મદદથી તેનાં ઘર-પરિવાર શોધી કાઢતાં તેને તેડવા પરિવારનાં 7 સભ્યો ભુજ આવી પહોંચ્યા હતા.

4 વર્ષ પછી પરિવાર સાથે તેનું મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પરિવારજનોનાં જણાવ્યા મુજબ તેને 7 વર્ષની દીકરી છે. તેની પત્ની-દીકરી બંને પિયરમાં છે. જે પણ હવે દીકરીને લઇ ફરી પાછી પતિ સાથે રહેવા આવી જશે. આજે તે 35 વર્ષનો થઇ પોતાનાં ઘર સુધી પહોંચ્યો છે.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દીપેશ શાહ, પંકજ કુરૂવા, દિલીપ લોડાયા, વાલજી કોલી, દીપક મોમાયા, ચાંદુભા ચૌહાણ, મનીષ મારાજ સહભાગી બન્યા હતા.