ભુજીયા તળેટી વિસ્તારનાં ઝુંપડામાં રહેતા શ્રમજીવીક પરિવારની છ વર્ષિય બાળકી ગુમ થતાં પરિવારજનોએ સવારે ૯ વાગ્યાથી તેની સતત શોધ ચલાવી હતી. બપોરે ૩ વાગ્યા સુધી આ બેબી ન મળતાં પરિવારજનો નિરાશ થયા હતા.
માનવજ્યોત સંસ્થા ભુજને આ બાળકી દાદુપીર રોડ ઉપરથી મળી આવતાં બાળકીને પ્રેમપૂર્વક જમાડી હતી. બાળકીને ઘરનું એડ્રેસ પણ યાદ ન હતું. આખરે બાળકીનાં પિતા બાળકીની શોધમાં માનવજ્યોત કાર્યાલયે પહોંચતા પિતા- પુત્રીનું મિલન થતાં પરિવારજનોમાં ખુશી છવાઇ હતી. માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, રફીક બાવા, રાજુ જાગીએ સહકાર આપ્યો હતો. પરિવારજનોએ માનવજ્યોત સંસ્થાનો આભાર માન્યો હતો.

