ર૬મી જાન્યુઆરી ગણતંત્ર દિન જયારે નજીક આવી રહ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છના સહકારથી “મિલેસૂર હમારા વુમન્સ કરાઓકે સિંગિગ સ્ટાર ભુજ,, દ્વારા સરકારી ગાઈડલાઈન અનુસાર સરકારી પરમીશન મેળવીને “દેશભક્તિ રાષ્ટ્ર ભક્તિ,, કાર્યક્રમ એકમ-ભવન ભુજ મધ્યે યોજાયો હતો.
પ્રારંભે પૂજાબેન અયાચી, સુધાબેન બુદ્ધભટ્ટી, પ્રબોધ મુનવર, અરવિંદસિંહ ઝાલા, અંજુબેન શાહ, જયાબેન મુનવર, કલ્પનાબેન ચોથાણી, શંભુભાઈ જોષીએ દિપપ્રાગટ્ય કર્યું હતું. મહાત્મા ગાંધીજી તથા ડો. બાબા સાહેબ આંબેડકરને વંદના કરવામાં આવેલ.
પૂજાબેન અયાચી, નીરૂપમાબેન દવે, જીજ્ઞાબેન ડાભી, જુલીબેન સોની, સુધાબેન બુદ્ધભટ્ટી, પ્રિયાંસી આહિર, તન્વી પોમલ,બંસરી ઠક્કર, જયોતિકાબેન આહિર, કલાબેન રાવલ, નલીનીબેન ઠક્કર, ભારતીબેન ભાટિયા, ક્રાન્તિબેન ધોળકિયા અને અરવિંદસિંહ ઝાલાએ દેશભક્તિનાં ગીતો તથા ભજનો રજુ કર્યા હતા.
કચ્છ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા જીલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી ડો. કમલેશભાઈ જોષીનાં માર્ગદર્શન હેઠળ દરેક ભાઈ-બહેનોને રોગપ્રતિકાર શક્તિ વધારવા હોમિયોપેથીક ગોળીઓનું વિતરણ કરવામાં આવેલ.
માનવજ્યોત દ્વારા દરેકને માસ્ક, ગ્લોઝ, કપૂર-એલચી-મિશ્ર પાવડર પડી, મિષ્ટાન-ફરસાણ પેકેટ કાપડની થેલી આપવામાં આવેલ. દરેક ગાયક કલાકારોને મેડીકલ કીટથી માનવજ્યોત દ્વારા સન્માનિત કરાયા હતા.
માસ્ક ફરજિયાત પહેરો, દો ગજ કી દૂરી માસ્ક જરૂરી, ઘરથી બહાર નીકળવાનું ટાળો, લોકડાઉન-અનલોક નિમયોનું પાલન કરો, આપ બહાર તો કોરોનાં ઘરમાં, આપ ઘરમાં તો કોરોના બહાર, સોશ્યલ ડિસ્ટન્સ જાળવો, બેનરો દ્વારા ઉપસ્થિત ભાઈ-બહેનોને કોરોના સામેની રક્ષણની સમજ આપવામાં આવેલ. વિનોદભાઈ સોલંકીએ બહેનોને સિવણકામની ટ્રેનીંગ લઈ પગભર થવા સમજ પૂરી પાડી હતી.
કાર્યક્રમનું સંચાલન સુધાબેન બુદ્ધભટ્ટીએ જયારે આભાર દર્શન જીજ્ઞાબેન ડાભીએ કરેલ. સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, અનીતાબેન ઠાકુર, લીલાબેન ઠક્કર, હફીઝાબેન સમા, કનૈયાલાલ અબોટી, મુરજીભાઇ ઠક્કર, હેતલબેન ગોર, લીનાબેન ડાભી,શિવાની પટેલે વ્યવસ્થામાં સહકાર આપ્યો હતો.