નારાયણ સરોવરમાં યાત્રાળુઓને માસ્ક વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા તીર્થધામ નારાયણ સરોવર મધ્યે દર્શનાર્થીઓને માસ્ક વિતરણ કરવામાં આવેલ તેમજ “દો ગજ કી દૂરી માસ્ક જરૂરી”ની સમજ પણ પૂરી પાડવામાં આવેલ. પ્રબોધ મુનવર, કનૈયાલાલ અબોટી, રાજુ જોગીએ વિતરણ વ્યવસ્થા સંભાળી હતી.