પુલવામા શહીદ થયેલા દેશનાં વીર જવાનોને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આંતકવાદીઓ દ્વારા થયેલા હુમલાને વખોડી કાઢવામાં આવેલ.
સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, અરવિંદભાઇ ઠક્કર, શંભુભાઇ જાષી, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, પ્રવિણ ભદ્રા, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી તથા સર્વે કાર્યકરોએ વીર જવાનોને અંજલિ આપી હતી.