માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે ૪૦ માનસિક દિવ્યાંગો સારવાર લઈ રહ્યા છે. જે પૈકી ૧૩ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બનતા ટૂંક સમયમાં તેઓ પોતનાં ઘર તરફ પ્રયાણ કરશે. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા એકલા-અટુલા-નિરાધાર ૧૦૦ વૃદ્ધ વડીલોને દરરોજ ટીફીન દ્વારા તેઓને ઘેર બેઠા ભોજન પહોંચતું કરવામાં આવે છે.
આ સેવા કાર્ય માટે દાતાશ્રી લાલજીભાઈ શીવજી વેલાણી–માનકુવાનાં સહયોગથી માનવજ્યોત સંસ્થાને દોઢ મહિનાનું રાશન તથા ૧૦૦ ધાબડા અર્પણ કરાયા હતા. સંસ્થા વતી પ્રબોધ મુનવર તથા સુરેશભાઈ માહેશ્વરીએ આભાર માન્યો હતો.

