ભુજ અને સમગ્ર કચ્છમાં માનવસેવા-જીવદયા-પર્યાવરણ અને વ્યસન મુક્તિ અભિયાન જેવી પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાને માતુશ્રી હીરાબેન ડુંગરશી મોમાયા તથા પિતાશ્રી ડુંગરશી વિશનજી મોમાયા ગામ શાયરા-આદિપુર – ભુજનાં આત્મશ્રેયાર્થે માનવસેવા કાર્ય માટે પ્રિતીબેન ડુંગરશી મોમાયા ભુજ દ્વારા રૂા. ૧,૫૧,૧૧૧ એક લાખ એકાવન હજાર એકસો અગિયારનો ચેક અર્પણ કરાયો હતો. સંસ્થા દ્વારા પ્રબોધ મુનવર તથા આનંદ રાયસોનીએ આભાર માન્યો હતો.

