વડીલોના વિસામા માટે માનવજ્યોતને બીકેટી કંપની દ્વારા સવા પાંચ લાખનું અનુદાન અપાયું.

બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ બીકેટી પદ્ધર-મુંબઇ દ્વારા કચ્છમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અનેક સેવાકાર્યોમાં બીકેટી કું. નો સહયોગ કચ્છને મળતો રહ્યો છે.

કચ્છમાં માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસનમુક્તિ તથા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવ જ્યોત સંસ્થાને “વડીલોનો વિસામો,, માટે 1 રૂમ માટે રૂપિયા સવા પાંચ લાખનો ચેક નિવૃત્ત કર્નલ
અને સીએસઆર હેડ શુભેન્દ્રભાઇ અંજારીયા, નિવૃત્ત ડી.વાય.એસ.પી. અને એ.જી.એમ. સીએસઆર લાયઝન શ્રી ડી.બી.ઝાલા, નિવૃત્ત પી.આઇ. શ્રી ડી.ડી. રાણા, નિવૃત્ત પી.એસ.આઇ. અને સી.એસ.આર. નાં નટુભા
પરમાર તથા સીએસઆરનાં પ્રત્યાંચ અંજારિયાનાં વરદ્ હસ્તે માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ ચેક સ્વીકારી કું. નો આભાર માન્યો હતો.