માનવજ્યોતને ૪ ઓક્સિજન કોન્સન્ટ્રેટર અર્પણ કરાયા

માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસનમુક્તિ ક્ષેત્રે કામકરતી ભુજની માનવજ્યોત સંસ્થાને અમેરિકા સ્થિત કચ્છી દાતા અને સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટનાં મનુભાઇ રવિલાલ શાહ અને રીકાબેન શાહ તરફથી ૩ અને ભાર્ગવભાઇ ગઢાઇ પરિવાર ભુજ દ્વારા-૧ મળી ૪ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનો સર્વ મંગલ આરોગ્ય ધામ – ભુજ મધ્યે શ્રી મધુભાઇ સંઘવી અને શ્રી ડો. આલાપ અંતાણીનાં વરદ્ હસ્તે માનવજ્યોતને અર્પણ કરાયા હતા. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજાએ દાતાશ્રીઓનો આભાર માન્યો હતો.