માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મહિલાઓને સાડી વિતરણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં જરુરતમંદ મહિલાઓને સાડીનું વિતરણ કરાયું હતું.

માનવજ્યોત સંસ્થાનાં કાર્યકરોએ જુદા-જુદા વિસ્તારોમાં જઇ જરુરતમંદ મહિલાઓને સાડીઓ અર્પણ કરી હતી.

ગરીબ અને જરુરતમંદ મહિલાઓ પણ દિપાવલી પર્વની ઉજવણીમાં જોડાઇ શકે. દિપાવલી પર્વ મનાવી શકે તેવા હેતુ સાથે સંસ્થા દ્વારા બે હજાર મહિલાઓને સાડીઓ વિતરણ થઇ રહેલ છે.