માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતાશ્રી લોદરીયા જયેન્દ્રભાઈ દામજીભાઈ પરિવાર ભુજ દ્વારા સુખપર (ભુજ) નાં ભટ્ટવાસ વિસ્તારનાં ભટ્ટ મારાજ ૧૧૫ પરિવારોને ઠંડી સામે રક્ષણ આપવા ગરમધાબડા તેમજ અડધો કિલો ખજુરનાં પેકેટો અર્પણ કરાયા હતા.
વ્યવસ્થા દાતા પરિવારનાં અશોકભાઈ લોદરીયા, પ્રબોધ મુનવર, આનંદ રાયસોની તથા ભટ્ટવાસનાં પ્રવિણભાઈ તથા નાનજીભાઇએ સંભાળી હતી.

