પ્રવૃત્તિઓ, સમાચાર / ઘટનાઓ
મધ્યપ્રદેશનો ગુમયુવાન ૧૨ વર્ષે ઘરે પહોંચ્યો ધોરણ-૧૧ માં ૧૧૦૦ વિદ્યાર્થીઓમાંથી પ્રથમનંબરે આવેલ હતો
મધ્યપ્રદેશનાં શીવપુરી જિલ્લાનાં ભદરવાસ તાલુકાનાં રેજાઘાટ ગામનો યુવાન જગદીશ યાદવ ઉ.વ. ૨૨ અચાનક ગુમથતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. કયાં પણ એનો પતો નમળતાં પરિવારજનો ખૂબજ દુ:ખી થયા હતા. કેટલાક ગામલોકોએ કહેલ કે હવે તે મૃત્યુ પામી ગયો હશે. એને શોધવાનું છોડી દયો. પણ પરિવારજનોએ વાત માનવા તૈયાર નહતા. તે ૧૨ વર્ષ સુધી સતત જુદા-જુદા રાજ્યોમાં રખડતો-ભટકતો રહ્યો હતો. અનેક મુશ્કેલીઓ વેઠી દુઃખનો સામનો કરી રહ્યો હતો.
ટ્રેન કે વાહન મારફતે તે અચાનક ભુજ પહોંચ્યો હતો અને પગે ચાલી ભુજોડી ગામપાસેનાં ગેટ પાસે પહોંચ્યો હતો. સવેરા ટી હાઉસનાં અબ્દુલા જારૂ દોઢ મહિનાં સુધી તેની સેવા કરી તેને ચા-ભોજન આપતા. આજુ-બાજુનાં નાસ્તાની હાથલારીવાળા ભાઇઓ પણ તેને મદદરૂપ બનતા.
વર્ધમાનનગરનાં હિતેન્દ્ર સંઘવી રાજચંદ્રે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સિનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરને જાણ કરી કે અહીં કોઇક અજાણ્યો યુવાન રખડી-ભટકી પડ્યો હોય તેવું લાગે છે. માનવજ્યોત સંસ્થાનાં વાહન મારફતે તેને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે શ્રી જવામાં આવ્યો. અહીં તેની જમવા-રહેવાની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી. પણ જગદીશએ સંસ્થાનો માત્ર-૩ દિવસનો મહેમાન બન્યો.
માનવજ્યોતનાં સામાજિક કાર્યકર શ્રી બાબુલાલ નારણ જેપાલે પોલીસની મદદ લઇ મધ્યપ્રદેશમાં તેનું ઘર અને પરિવારજનો ને શોધી કાઢચા. પરિવારને જાણ થતાં જ પરિવારજનોએ ખૂબ જ ખુશી મનાવી અને તેના ભાઇ રાજારામયાદવ તથા ભત્રીજા બાબુલાલ યાદવ ભુજ આવવા નીકળી પડ્યા. પરિવારજનો ભુજ આવી શ્રી રામદેવ સેવાશ્રમપાલારા સ્થળે પહોંચ્યા. ૧૨ વર્ષ પછી પોતાનાં પરિવારજનોને મળી ભેટી પડ્યા. બધાયની આંખો અશ્રુભીની થઇ. અહીં જગદીશની કરૂણતા દુઃખ અને મુશ્કેલીઓનો અંત આવ્યો. પરિવારજનોનાં જણાવ્યા મુજબ જગદીશ ધોરણ-૧૧ માં ૧૧૦૦ વિદ્યાર્થીઓમાંથી પ્રથમનંબરે આવેલો. હિન્દી, અંગ્રેજી સારી રીતે લખી-વાંચે છે. ખેતીવાડીનો ધંધો પણ સારી રીતે સંભાળતો. આજે તે ૩૪ વર્ષનો થઇ ચૂકયો છે. ૧૨ વર્ષનાં વાયરા વીતી ગયા. આખરે પોતાનાં ગામ-ઘર અને પરિવાર સુધી પહોંચ્યો છે. ગામલોકોએ પણ તેને હોશે હોશે વધાવ્યો હતો. પરિવારે માનવજ્યોતનો આભાર માન્યો હતો.
માનવતાનાં આ કાર્યમાં માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કુરવા, વાલજી કોલી, સલીમલોટા, રાજુ જોગી સહભાગી બન્યા હતા.

