પ્રવૃત્તિઓ, સમાચાર / ઘટનાઓ
સંગીત અને ક્રિકેટનો શોખીન બિહારનો ગુમયુવાન બે વર્ષે ઘરે પહોચ્યો પરિવારજનો તેને તેડવા ભુજ આવી પહોંચ્યા
બિહારનો ૨૪ વર્ષિય યુવાન છોટેલાલ રખડતો-ભટકતો કચ્છનાં રાપર શહેર સુધી પહોંચ્યો હતો. ત્યાંની સેવાભાવી સંસ્થા ગ્રામસેવા સંગઠન-રાપરમાં તે થોડા સમય રહ્યો. સંસ્થાએ તેને ઘર સુધી પહોંચાડવા માનવજ્યોત સંસ્થા ભુજને સોંપ્યો હતો.
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે તેને આશ્રય આપી માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજના મનોચિકિત્સક ડો. જે.વી. પાટનકર પાસેથી તેની સારવાર કરાવતાં તે ઝડપભેર સ્વસ્થ બન્યો હતો.
આશ્રમમધ્યે તે સાઉન્ડસીસ્ટમસાથે સંગીતરસ સૌને પૂરું પાડતો તેમજ સાંજે આશ્રમસ્થાને ગ્રાઉન્ડમાં સારી ક્રિકેટ પણ રમતો.
તેની પાસેથી મળેલી માહિતીનાં આધારે સંસ્થાનાં સામાજીક કાર્યકર બાલુલાલ નારણભાઇ જેપાલે બિહાર પોલીસનો સંપર્ક કરી તેનું ઘર શોધી કાઢતાં પરિવારજનો તેને લેવા ભુજ આવી પહોંચ્યા હતા. પરિવારજનોનાં જણાવ્યા મુજબ બિહાર યુ.પી., એમ.પી. માં તેની સતત શોધ ચલાવી હતી. આખરે બે વર્ષ પછી તે મળી આવતા પરિવારજનોમાં ખુશી છવાઇ હતી. આખરે તે પોતાનાં ઘર સુધી પહોંચ્યો છે.
માનવતાનાં આ કાર્યમાં રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કુરૂવા, દિલીપ લોડાયા, વાલજી કોલી, મહેશ ઠક્કર સહભાગી બન્યા હતા.

