જનરલ હોસ્પિટલ કમ્પાઉન્ડ મધ્યે દદીઓનાં સગા-સ્નેહીઓને લીંબુ-વરિયારી પાણી વિતરણ કરાયું

શ્રીમતિ રંજનબેન વર્ધીલાલ પારેખ પરિવાર સંચાલિત માનવસેવા કેન્દ્ર વર્ધમાનનગર-કચ્છના સહયોગથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા જનરલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં દર્દીઓનાં સગા-સબંધીઓને લીબું-વરિયારી પાણીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. સતત ત્રણ દિવસ સુધી આ સેવા ચાલુ રાખવામાં આવી હતી. 

સેવાકાર્ય વાહનને વર્ધમાનગર ઓનર્સ એસોસિયેશનનાં પ્રમુખશ્રી રાહુલ મહેતા, ઉપપ્રમુખ વર્ધીલાલટી. પારેખ, હસમુખ વોરાએ સ્ટાર્ટ આપ્યો હતો. વ્યવસ્થામાં દિપ્તી વોરા, ભાવિકા ગાંધી, જીજ્ઞા લોડાયા, જોશના ધરમશી, સંગીતા મહેતા, ઇલાબેન શેઠ, સંગીતા શાહ, રાજુભાઈ પારેખ, નરેશભાઈ લોડાયા તથા શીતલકલા મહિલા મંડળ વર્ધમાનનગરનાં બહેનોએ સહકાર આપ્યો હતો. 

જનરલ હોસ્પિટલ કમ્પાઉન્ડ મધ્યે વિતરણ વ્યવસ્થા માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, વેસુભા સોઢા, ઇરફાન લાખાએ સંભાળી હતી. જનરલ હોસ્પિટલ કમ્પાઉન્ડ અને ગેટ બહારે ૩૬૯ લોકોએ લીંબુ વરિયાળી પાણીનો લાભ લીધો હતો.