છતીસગઢ રાજયનાં મિનિસ્ટર ઓફ સોશિયલ જસ્ટિસ અને ઓમ પાવર મેન્ટનાં પૂર્વ સંયુક્ત સચિવ રાજેશ તિવારી, નિઃશક્તજન ડિસેબિલીટી અને ફાઇનાન્સ તથા ડેવલપેમેન્ટ કોર્પોરેશનનાં હેડ અને સમાજ કલ્યાણ વિભાગનાં લોકેશ કાવડિયાએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લઇ માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સારવાર તથા તેમને ઘર પહોંચાડવાની પ્રવૃત્તિને બિરદાવી હતી. માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરે આગેવાનોનું હારતોરાથી સ્વાગત કર્યું હતું. રાયપુરના શ્રી ચંદ્રેશનભાઇ છેડાએ સહકાર આપ્યો હતો.

