માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં ભૂમિદાતા સ્વ. વાસુદેવભાઇ રામદાસ ઠક્કરની ૧૨મી પુણ્યતિથિએ આશ્રમનાં માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું હતું. સ્વ. વાસુદેવભાઇની માનવસેવા જીવદયાની પ્રવૃત્તિઓને બિરદાવી પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, મુળજીભાઇ ઠક્કર, રફીક બાવાએ ભાવાંજલિ આપી હતી.

