નૃસિંહ મંદિરેથી કુંડા-ચકલીઘર વિતરણ કરાયા

ભુજ સ્વામિનારાયણ મંદિર સામે આવેલા નૃસિંહ મંદિરેથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કવિ કલાવૃંદ સંસ્થાનાં સહકારથી કુંડા-ચકલીઘર-કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ.

પ્રારંભે કવિ કલાવૃંદ સંસ્થાના પ્રમુખ શ્રી દિલીપભાઇ આચાર્યે પ્રાસંગિક પ્રવચન સાથે સંસ્થાની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી.

માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, નરશીભાઇ પટેલ, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોનીએ સંસ્થા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની સમજ આપતાં સૌને જીવદયાનાં કાર્યમાં જોડાવા અપીલ કરી હતી.

તુલસીદાસભાઇ બોરા, દિવ્યકાન્તભાઇ છાયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરેલ. ઉપસ્થિત જીવદયાપ્રેમી ભાઇ-બહેનોને કુંડા- ચકલીઘર-કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ.કાર્યક્રમનું સંચાલન ખુશ્યુ સરવૈયાએ જયારે આભાર વિધી આરતીબેન રાઠોડે કરેલ.

મંદિરના પુજારી મહત્તરભાઇ જોષી, ચંદુલાલભાઇ ગોર, કુસુમબેન જોષી, મહાલક્ષ્મીબેન જોષી તેમજ ઝુલેલાલ સોસાયટી તથા આસપાસનાં વિસ્તારનાં લોકો કાર્યક્રમમાં જોડાયા હતા.