માનવજ્યોતનાં કુંડા-ચકલીઘર જાપાન પહોંચ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં પક્ષીઓને પીવા પાણી મળી રહે તથા ચકલીઓને રહેવા ચકલીઘર મળી રહે તેવા હેતુ સાથે કચ્છભરમાં ઠેર-ઠેર ચકલીઘરો તથા કુંડાઓ
લટકાવવામાં આવ્યા છે.

જાપાન ની મહિલાએ માનવજ્યોત કાર્યાલયની મુલાકાત લઇ કુંડા-ચકલીઘર લઇ વિદેશની ધરતી જાપાન સુધી પહોંચાડયા હતા. તેમને રૂપકડા ચકલીઘર-કુંડા ખૂબજ ગમ્યા હતા. જેને જોઇ ખુશી અનુભવી હતી.

નરા, પાલારા, નારાયણસરોવર, ખત્રી તળાવ, પોલીસ સ્ટેશનો, સરકારી કચેરીઓ, શાળા, કોલેજો, સંસ્થાઓ, મંદિરો તથા અનેક ગામો-શહેરોમાં અને માર્ગો ઉપર ઠેર-ઠેર માનવજ્યોત સંસ્થાએ કુંડા, ચકલીઘરો લટકાવી
પક્ષીઓ માટે પીવાનાં પાણીની તથા ચકલીઓ માટે રહેવાનાં ઘરની વ્યવસ્થા કરી છે.

ચા ની હોટલો, રેસ્ટોરેન્ટ તથા અનેક છાપરા નીચે લટકતા ચકલીઘરોમાં ચકલીઓએ માળા બાંધ્યા છે. માનવજ્યોતનું જીવદયા અભિયાન કાર્ય સમગ્ર કચ્છ સહિત ગુજરાતનાં અનેક શહેરોમાં પહોંચ્યું છે. તેવું પ્રબોધ મુનવર,
સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.