બાળકોમાં સેવાનાં સિંચનનું કાર્ય અનુમોદનીય દેસાઇ સ્કુલનાં બાળકોની અનોખી પહેલ

ભુજનાં હોસ્પીટલ રોડ મધ્યે આવેલ દેસાઇ એકાદમી (દેસાઇ સ્કુલ) નાં બાળકોએ પોતાનાં ઘરમાં રહેલી વધારાની વસ્તુઓ કપડા, પાઠ્યપુસ્તકો એકઠા કરી સ્કુલ મધ્યે લાવી શાળા પરિવારની ઉપસ્થિતિમાં ભુજની માનવજ્યોત સંસ્થાને અર્પણ કર્યા હતા. સંસ્થા આ એકઠી થયેલી દરેક વસ્તુઓ જરૂરતમંદ બાળકો સુધી પહોંચાડશે.

શાળા પરિવારનાં મીનાબેન દેસાઇનાં માર્ગદર્શન હેઠળ શાળા શિક્ષીકાગણના પ્રતિક્ષાબેન દેસાઇ, ધ્વનીબેન દેસાઇ, સ્વાતિબેન ઝાલા, હેમાલીબેન લાખાણી, પૂજાબેન ગોર, પૂજાબેન મહેતા, ચાંદનીબેન તથા રેખાબેન નંદા સહભાગી બન્યા હતા. વોર્ડ નં. ૧૦નાં નગર સેવિકા ૨સીલાબેન પંડયાએ માનવજ્યોતની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોનીએ બાળકોમાં સેવાનાંસિંચન કાર્યને બિરદાવી સ્કુલ પરિવારનો તથા વાલીઓનો આભાર માન્યો હતો.