ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓનાં એક ભાગરૂપે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગ-ભાઇ-બહેનો સાથે એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં કલબનાં બહેનો હોશે હોશે જોડાયા હતા.
આશ્રમનાં દિવ્યાંગ મહિલાઓને રાસ રમાડવામાં આવેલ. કલબનાં બહેનો સાથે રાસ રમી દિવ્યાંગ મહિલાઓ પણ નાચી- ઝુમી ઉઠી ખુશી વ્યક્ત કરી હતી.
કલબ દ્વારા આશ્રમનાં આશ્રિતોને મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ. કલબનાં પ્રમુખ ગોપીબેન રાઠોડ, શિલાબેન ભટ્ટ, કમળાબેન વ્યાસ, બિંદુબેન જોષી, હર્ષાબેન શર્મા તથા સર્વે બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા.
માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોનીએ સંસ્થાની પ્રવૃત્તિઓની સમજપૂરી પાડી કલબનો આભાર માન્યો હતો.