લોકડાઉનમાં ધાણેટી જી.આર.ડી.ની અનોખી સેવા ૫૦૦ જણાની ખીર-પૂરી બનાવી ભૂખ્યાને ભોજન કરાવ્યું

લોકડાઉનમાં ભુજ તાલુકાનાં ધાણેટી ગામના (જી.આર.ડી.) ગ્રામ રક્ષક દળનાં બહેનો દ્વારા ૫૦૦ જણાની ખીર-પૂરી-શાક તાજી-ગરમ-તૈયાર રસોઇ બનાવી માનવજ્યોત સંસ્થા ભુજને આપતાં સંસ્થાએ ભુજ વિસ્તારમાં જરૂરતમંદ લોકો સુધી આ રસોઇ પહોંચાડતા ભૂખ્યા લોકો ભરપેટ જમ્યા હતા. જી.આર.ડી. નાં બહેનોએ ગામવાસીઓના સાથ અને સહકારથી મોઢા ઉપર માસ્ક બાંધી ડીસ્ટન્સ જાળવી આ રસોઇ તૈયાર કરી હતી. વિતરણ વ્યવસ્થા માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, નીરવ મોતા, અક્ષય મોતા, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, દિપેશ ભાટીયાએ સંભાળી હતી. ઝુંપડા-ભૂંગામાં રહેતા અનેક ગરીબોએ અંતરથી આશિર્વાદ પાઠવ્યા હતા.