માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા વિવિધ ક્ષેત્રનાં લોકોનાં સહયોગથી જરૂરતમંદ લોકોનાં ઘર સુધી પહોંચી જઇ તાજુ અને તૈયાર ભોજન પીરસાય છે. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના માર્ગદર્શન હેઠળ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જરૂરતમંદ લોકો સુધી પહોંચી છે.
કપીરાજ હનુમાન મંદિર-મીરઝાપર, વાગડ બે ચોવીસ જૈન યુવક મંડળ, સંગીત ગ્રુપ ઓફ શોપ, ચાણકય ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયૂટ, નરનારાયણ યુવતી મંડળ-મીરઝાપર, નાગોર, મીરઝાપર, ઢોરી, લોડાઇ, કેશવનગર, કુનરીયા, કુકમા ગામવાસીઓ, પાર્શ્વનાથ સોસાયટી માધાપર દ્વારા દરરોજ તાજી અને તૈયાર રસોઇ માનવજ્યોતને આપવામાં આવે છે. આ સેવાયજ્ઞમાં એક પછી એક ગામો, મંડળો, સોસયાટીઓ, ગ્રુપો, એક-બે-પાંચ-દશ દિવસ સુધી જાડાઇ જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવા માટે તાજી અને તૈયાર રસોઇ માનવજ્યોતને આપે છે.
ભુજ સ્વામિનારાયણ મંદિર, કબીર મંદિર-ભુજ, શિવજીભાઇ કરશન આહિર, હંસાબેન તારાચંદ છેડા, લાખોંદ-સીટી સ્કેવેર વચ્ચે આવેલ શ્રી રામદેવપીર મંદિર, લોડાઇ કેશવનગરનાં રણછોડભાઇ તથા મિત્રો-ગામવાસીઓ, ઓમકારેશ્વર મહાદેવ મહિલા મંડળ આઇયાનગર, મેકણદાદા મંદિર સત્સંગ મંડળ-ભુજ, સર્જન કાંસા સોસાયટી, હિરેનભાઇ પટેલ, પડદાપીઠ હનુમાન પાસે શક્તનગર-૨ નાં રહેવાસીઓ, જય નીલ ભટ્ટ, ભવનાથ સત્સંગ મંડળ હસ્તે તારાબેન ભુજ, જેષ્ઠાનગરનાં ભાનુશાલી ફળિયાનાં ભાનુશાલી બહેનો, ન્યુ લોટસ મહિલા મંડળ તથા વિવિધ સોસાયટીઓ, મહિલા મંડળો, યુવક મંડળો,
માનવજ્યોતને આ સેવા યજ્ઞમાં તૈયાર રસોઇ આપી સહકાર આપી રહ્યા છે.

