મધ્યરાત્રિએ ભુજનાં બસ પોર્ટ બહાર રીક્ષા સ્ટેન્ડ પાછળ યુવાન એકલી સૂતેલી મહિલાને જોઇ હુશેનશા સૈયદે માનવજ્યોતનાં રફીક બાવાને જાણ કરતાં સંસ્થાનાં વાહન મારફતે તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આશ્રય આપવામાં આવ્યો.
મુળ પાવાગઢના અને મજુરી કામ માટે કચ્છ આવેલા લોડાઇનાં ઉમેદપુર વિસ્તારની રાયધણપર પરિવાર સાથે વાડી ઉપર કામ કરતી મહિલા ગુમ થયાનાં સમાચાર ભુજ સી ટીમને મળતાં ટીમે પણ શોધખોળ કરતાં માનવજ્યોત સંસ્થાનો સંપર્ક કરતાં મોડી રાત્રે મહિલા મળી આવ્યાનું સંસ્થાએ જણાવ્યું હતું. પોલીસની સી ટીમ દ્વારા મળી આવેલી મહિલાનો પરિવાર શોધી કઢાયો હતો. ત્રીજા દિવસે તેનાં પતિ અને પરિવારને બોલાવી મહિલાનો કબ્જો સોંપવામાં આવ્યો. પરિવારે ખુશી વ્યક્ત કરી હતી. મહિલાએ પતિ માર-ઝુડ કરતો હોવાની ફરિયાદ કરતાં “સી’’ ટીમે પતિને મારકુટ નકરવા સમજ પૂરી પાડી હતી.
“સી” ટીમ નાં પી.એસ.આઇ. યુ.ડી. ગોહિલ, એ.એસ. આઇ. શીતલબેન નાઇ, હેડ કોન્સ્ટેબલો ગાયત્રીબેન બારોટ, રમીલાબેન શાહુ તથા માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોની, રીતુબેન વર્મા મદદરુપ બન્યા હતા.