૭૫ માં ગણતંત્ર દિવસ તથા ભુકંપની ૨૩મી વરસીએ માનવસેવા-જીવદયાનાં કાર્યો કરાયા

ભારત દેશનાં ૭૫ માં ગણતંત્ર દિવસ તથા કચ્છના વિનાશકારી ભુકંપની ૨૩મી વરસી નિમિત્તે નિર્મળાબેન વિશનજી ગોગરી પરિવાર-બીદડા તથા મુનીશ જયંતિલાલ વિસરીયા દેવપરનાં સહયોગથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં ૪૫ માનસિક દિવ્યાગોને મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ.

એકલા-અટુલા-નિરાધાર ૧૦૩ વૃદ્ધ વડીલોને સ્વ. જમનાબેન જેઠાલાલ ઓધવજી ઠક્કરનાં સહયોગથી ઘેર બેઠા ટીફીન દ્વારા મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ. રંક બાળકો તથા બાળશ્રમયોગીઓને મુનીષ જયંતિલાલ વિસરીયા દેવપરવાલા તરફથી ભાવતા ભોજનીયા

જમાડવામાં આવેલ. ભૂકંપમાં મૃત્યુ પામેલા આત્માઓની શાંતિ અર્થે ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, માછલીઓને લોટ, કીડીયોને કીડીયારો જેવા જીવદયાનાં કાર્યો કરવામાં આવેલ.

સમગ્ર વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, સહદેવસિંહ જાડેજા, કરશન ભાનુશાલીએ સંભાળી હતી.