ભુજ શહેરનાં વાલ્મીકીનગરમાં રહેતા ગોસ્વામી દિવ્યાંગ દંપતિનાં ઘરમાં આગ લાગતાં સંપૂર્ણ ઘરવખરી બળીને રાખ થતાં ભુજની માનવજ્યોત સંસ્થા પરિવારનાં વહારે આવી હતી.
પાથરવા-ઓઢવાનાં સાધનો, વાસણ, પહેરવાનાં કપડા, અનાજ, રાશન, તાલપત્રી તથા અન્ય ઘરવખરી માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, હિતેશ ગોસ્વામીએ તેમના ઘર સુધી પહોંચાડી હતી.

