જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ તથા કચ્છ જીલ્લા પંચાયત જીલ્લા આયુર્વેદ શાખા ભુજ દ્વારા સોશ્યીલ ડીસ્ટન્સ અને સરકારી ગાઈડલાઈન્સને અનુસરીને ગળપાદર જેલ મધ્યે કેદી ભાઈ-બહેનોને કોરોના સામે રક્ષણ મેળવવા અનેક ઔષધિઓથી ભરપૂર તૈયાર ગરમઉકાળો પીવડાવવામાં આવેલ. રોગ પ્રતિકાર શક્તિઓ વધારવા હોમિયોપેથીક ગોળીઓ આપવામાં આવેલ, કોરોનાં સામે પ્રોટેકશન રૂપે દરેકને માસ્ક આપવામાં આવેલ અને ઠંડી સામે રક્ષણ મેળવવા ગરમધાબડા અર્પણ કરવામાં આવેલ.
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ શ્રી અને સિનિયર સિવિલ જજ એડિશનલ ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ શ્રી બી.એન.પટેલ સાહેબ, જીલ્લા આયુર્વેદીક અધિકારી શ્રી કમલેશભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. ગળપાદર જેલ અધિક્ષક શ્રી એમ.એન. જાડેજા, જેલર શ્રી, સુબેદારશ્રી, ગળપાદર સરપંચ શામજીભાઈ, ડો. ભદ્રા ઉપસ્થિત રહ્યા હતા. હોમિયોપેથીક ડો. પ્રતિક્ષાબેન પવાર, પેરાલીગલ વોલીન્ટરો પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, રફીક બાવા માનવજ્યોતના શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી તેમજ ઇલાબેન વૈષ્ણવ અને આરતીબેન જોષીએ સેવાઓ આપી હતી.

