હનુમાનજી જયંતિએ વધી પડેલો મહાપ્રસાદ ગરીબોનાં ઝુંપડે ઝુંપડે પહોંચ્યો હતો. ભુજ અને ભુજ વિસ્તારનાં અનેક મંદિરોમાં મહાપ્રસાદ કાર્યક્રમો યોજાયા હતા. મહાપ્રસાદ વધી પડ્યોનાં માનવજ્યોત સંસ્થા ભુજને ૨૩ ફોન આવ્યા હતા. જે પૈકી માનજ્યોત સંસ્થા ૧૯ સ્થળે પહોંચી શકી હતી. આ વધી પડેલું ભોજન સંસ્થાએ ગરીબોનાં ઝુંપડે ઝુંપડે વિતરણ કરતાં સાડાચાર હજારથી વધુ ગરીબોએ ભરપેટ ભોજન કર્યું હતું. અને હનુમાન જયંતિની ઉજવણી કરી હતી. મહાપ્રસાદ ગરીબોનાં ઝુંપડે પહોંચતાં ગરીબોનો જઠારાગ્નિ ઠર્યો હતો.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, દિપેશ ભાટીયા, અક્ષય મોતા તથા સર્વે કાર્યકરોએ સંભાળી હતી.

