વિવિધ સંસ્થાઓને અનુદાન અપાયું

અબડાસા તાલુકાનાં વારાપદ્ધર ગામનાં માનવસેવા અને જીવદયાપ્રેમી શ્રી રહુભા વેલુભા જાડેજાએ પોતાની ૮૯ વર્ષની ઉંમરે પોતાનાં હાથે વિવિધ સંસ્થાઓને અનુદાન આપી સંસ્થાઓની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. ભુજની માનવજ્યોત સંસ્થાને રૂા. ૧ લાખ, રાતાતળાવ ગૌશાળાને રૂા. ૧ લાખ, કલ્યાણેશ્વર મંદિર વારાપદ્ધરને રૂા. ૧ લાખ, ગ્રામદેવતા વાળાપીર વારાપદ્ધર સ્થાનિક વિકાસ માટે રૂા. ૧ લાખ, શ્રી રામ-રોટી કેન્દ્ર ભુજને રૂા. ૨૫ હજાર, સ્વ. ડો. શાંતુબેન પટેલની સંસ્થા ધનવંતરી સ્કુલ ધી ચાઇલ્ડ વેલ્ફેર ટ્રસ્ટને રૂા. ૨૫ હજારનાં ચેકો અર્પણ કરાયા હતા. આ પ્રસંગે માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા રાતાતળાવ ગૌશાળા ટ્રસ્ટનાં મનજીભાઇ ભાનુશાલી તથા વિવિધ સંસ્થાઓનાં આગેવાનોએ ચેક સ્વીકારીદાતાશ્રી પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. પરિવારનાં રહુભા જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, નરવીરસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ જાડેજા, લકીરાજસિંહ જાડેજા તથા પ્રદિપસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.