ભુજપુર વડીવાડી તાલુકો મુન્દ્રાનાં ગઢવી સવરાજ લખમણ શાખરા ચાર સંસ્થાઓનાં અન્નક્ષેત્રના પૂરક દાતાશ્રી બન્યા હતા. તેઓશ્રીએ માનવજ્યોત સંસ્થા ભુજ, શ્રી રામરોટી કેન્દ્ર ભુજ, નારાયણસરોવર અન્નક્ષેત્ર નારાયણ સરોવર તથા ધ્રબુડી તીર્થ અન્નક્ષેત્ર આમ ચારે સંસ્થાઓને અનુદાન આપી અન્નપૂરક દાતા બન્યા હતા. ચારે સંસ્થાઓના સંચાલકો તથા ટ્રસ્ટીગણોએ દાતાશ્રી પરિવારનો આભાર માન્યો હતો.

