“દેનેકો ટુકડા ભલા લેને કો હરિ નામ,,

જલારામ જયંતિએ ૭૦૦ ગરીબો ભરપેટ જમ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા પૂ. જલારામ બાપાની ૨૨૩મી જન્મજયંતિ નિમિતે ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે જઇ મહાપ્રસાદ પહોંચાડવામાં આવ્યો હતો.

જલારામ જયંતિ પ્રસંગે જલારામ મંદિર, રવાણી ફળિયા, લોહાણા સમાજવાડી, છછ ફળીયા, લોહાણા સમાજવાડી, મિરઝાપર, નિલકંઠ નગર, મુન્દ્રા રોડ દ્વારા જરૂરતમંદ ૭૦૦ લોકો માટે તૈયાર ભોજન માનવજ્યોત સંસ્થા ભુજને આપવામાં આવતાં સંસ્થાએ જલારામ બાપાનો મહાપ્રસાદ ગરીબોનાં ઝુંપડે ઝુંપડે પહોચાડ્યો હતો. અને ભૂખ્યાને ભોજન કરાવવામાં આવેલ. જરૂરતમંદો ખીચડી,કઢી, રોટલા, મરચા, ગોળ સાથેનું ભોજન
જમી ખુશી વ્યક્ત કરી હતી.

વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, દિપેશ શાહ, આનંદ રાયસોની, રાજુ જોગી, હિતેશ ગોસ્વામી, ઇરફાન લાખાએ સંભાળી હતી