ભુજ સ્વામિનારાયણ પ્રસાદી મંદિરના સંત શ્રી પૂ. કોઠારી શ્રી સુખદેવસ્વામિતથા પૂ. કોઠારી શ્રી પરમેશ્વર સ્વામિની પ્રેરણાથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત માનસિક દિવ્યાંગોનાં શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છને ૧૦ કે.વી. હેવી જનરેટ સેટ દાતાશ્રી દેવશીભાઇ હીરજી ભુડિયા, લાલજીભાઇ તથા ભરતભાઇ ભુડિયા, સંતકૃપા એગ્રો એન્જીનીયરીંગ સુખપર દ્વારા અર્પણ કરાયું હતું. સંસ્થાની લાંબા સમયથી ખૂટતી કડી દાતાશ્રી પરિવાર દ્વારા પરિપૂર્ણ કરવામાં આવેલ.
માનવજ્યોતનાં અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવર, કનૈયાલાલ અબોટી, રમઝાનભાઇ મમણ ઉપસ્થિત રહી જનરેટર સેટ સ્વીકારી દાતાશ્રીપરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

