માનવજ્યોત સંસ્થા ભુજને અન્નદાન અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત માનસિક દિવ્યાંગોનાં આશ્રમ શ્રી રામદેવ સેવાશ્રમને દાતાશ્રી ઝેડ.એમ. મુન્સી દ્વારા અન્નદાન અપાયું હતું. ચોખા, તેલ, મગફાડા તથા મસાલા જેવી રોજિંદા વપરાશની વસ્તુઓ જથ્થામાં અપાઇ હતી.

સંસ્થા દ્વારા પ્રબોધ મુનવર તથા રફીક બાવાએ આભાર માન્યો હતો.