પાંચ વિધવા મહિલાઓને સિવણ મશીન અર્પણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા દાતા શ્રી દિપકભાઈ ગોવિંદ કેરાઈ, નનીતાબેન ગોવિંદ કેરાઈ, દેવ્યાન મનસુખ હીરાણી, ભાવના અને દિયાન હીરાણી-મીરઝાપર તથા નિશિ અને જય હીરાણી-માધાપરનાં સહયોગથી પાંચ વિધવા બહેનોને પગભર કરવાનાં ઉદ્દેશ સાથે સિવણ મશીન તથા રૂપિયા બે હજારની રાશનકીટ અર્પણ કરવામાં આવી હતી. મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી. 

દાતાશ્રી પરિવારનાં નનીતાબેન તથા ગોવિંદભાઈનું સંસ્થા દ્વારા સન્માન કરી તેઓની અંતરની ભાવનાઓને બિરદાવવામાં આવેલ. ડો.પ્રતિક્ષાબેન પવારે સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. 

પ્રારંભે સંસ્થાનાં મંત્રી સુરેશભાઈ માહેશ્વરીએ સૌને આવકાર આપ્યો હતો. પૃથ્વીરાજસિંહ જાડેજાએ પ્રસંગ મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભાર વિધિ શંભુભાઈ જોષીએ કરેલ. વ્યવસ્થામાં સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, દિપેશ શાહ, મુરજીભાઈ ઠક્કર, વનરાજસિંહ જાડેજાએ સહકાર આપ્યો હતો.