ગુમ થયેલ બાળકને શોધી… પરિવારને સુપ્રત કરાયો સંસ્થા અને પોલીસની કામગીરી બિરદાવાઇ

 

રાજસ્થાનનાં પાલી જિલ્લાનાં સેવાડી ગામનો અને ભુજના મુન્દ્રા રોડનાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં દોઢ મહિનાથી રહેવા આવેલા ધનારામ સોગારામ ભરથરીનો ૭ વર્ષિય બાળક ઉમેદ ગુમ થતાં પરિવારજનોએ ભુજનાં બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન તથા જુદા-જુદા વિસ્તારોમાં જઇ રાત્રે બે વાગ્યા સુધી તેની શોધ ચલાવી હતી.

માનવજ્યોત સંસ્થાનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને આ બાળક માધાપર ઝાંસીકી રાણી સર્કલ, મઢુલી પાસેથી મળી આવતાં “બી,, ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. “બી,, ડિવિઝન પોલીસ સ્ટેશનેકચ્છનાં દરેક પોલીસ સ્ટેશનને નેટ અને ફેસબુક ઉપર બાળકનાં ફોટા સાથે બાળક મળ્યાનાં મેસેજ કર્યા હતા.

ભુજમાંથી બાળક નમળતાં પરિવારજનો કંડલા-ગાંધીધામ થઇ અંજાર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. અંજાર પોલીસ સ્ટેશને બાળક અંગેની માહિતી પરિવારજનોને આપી હતી અને કહ્યું હતું કે, આ ગુમ થયેલ બાળક ભુજમાંથી મળ્યું છે. “બી,, ડિવિઝન પોલીસ સ્ટેશન ભુજનો સંપર્ક કરવા જણાવતાં જ પરિવારજનો ભુજ આવી “બી,, ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ગુમ બાળકનો કબજા લઇ ખુશી વ્યક્ત કરી પોલીસ અને માનવજ્યોત સંસ્થાનો આભાર માન્યો હતો. બાળકનો કબજા પરિવારજનોને સોંપાયો ત્યારે “બી,, ડિવિઝન પી.આઇ. શ્રી વી.બી. કોઠીયા, માધાપર પોલીસ ચોકીનાં હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ધરડા, ક્રાઇમના ધીરજભાઇ ભાનુશાલી, પોલીસ કોન્સ્ટેબલ હિનાબા ઝાલા, નેહાબેન રાઠોડ તથા પોલીસ સ્ટાફ અને માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, રફીક બાવા, ઇરફાન લાખા ઉપÂસ્થત રહ્યા હતા. માનવજ્યોત સંસ્થાએ અત્યાર સુધીમાં રાષ્ટ્ર અને રાજ્યમાંથી ગુમ થયેલા ૧૭૨ બાળકોને શોધી આપ્યા છે.