બિહારના પટના જીલ્લાનાં બિયાટ એરીયાનાં રાયડીવી ગામનો રાજકિશોર ઉ.વ. ૩૦ ગુમ થતાં પરિવારજનો તેની સતત ચિંતા સેવી હતી. અને તેની શોધ ચલાવી હતી. ભારતનાં જુદા-જુદા રાજ્યોમાં તે સતત રખડતો-મટકતો રહ્યો હતો. આખરે તે રેલ્વે માર્ગે ભુજ આવ્યો હતો. એક મહીનાં પહેલાં તે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સિનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવર તથા માનવથોતના રફીક બાવાને ભુજ-માંડવી માર્ગે રોડ સાઇડેથી મળી આવ્યો હતો. તેને માનવજયોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે આશ્રય આપવામાં આવ્યો. ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલના મનોચિકિત્સકડોક્ટરશ્રીઓ પાસેથી સારવાર કરાવતાં તે જલ્દી સ્વસ્થ બન્યો હતો.
આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વમાંએ તેની પાસેથી મળેલ માહિતીનાં આપારે બિહાર પોલીસનો સંપર્ક કરી તેનું ઘર શોધવાનાં પ્રયત્નો શરૂ કર્યા હતા. બહુ જ મહામુશ્કેલી પછી તેનું ઘર શોધવામાં સફળતા મળી. પરિવારજનો વાત માનવા તૈવાર ન હતા. વીડીયો કોલ કરી ખાત્રી મેળવી પરિવારનાં ચાર સભ્યો તાબડતોબ ભુજ આવી પહોંચ્યા હતા.
પિતા-પુત્ર અને ભાઇ-ભાઈનું ૨૫ વર્ષે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ પુત્ર છ મહિનાનો હતો ત્યારે પિતાએ ઘર છોડવું છે. રાજકિશોરને બે દીકરી છે જેના લગ્ન થઇ ગથા છે. પુત્ર પણ પિતાને ઓળખી ન શક્યો. કારણ કે, પિતા આજે ઉ.વ. ૫૫ નાં જયારે પુત્ર ઉ.વ. ૨૫ ના થઇ ચૂકયો છે.
પતિ એક દિવસ ચોક્કસ ઘરે આવશે તેવી રાહ જોઇ પત્ની ઘરે બેઠી છે. આખરે માનવજયોત સંસ્થા ભુજનાં પ્રયત્નોથી રાજકિશોર આજે પચ્ચીસ વર્ષ પછી ઘરે પહોંચ્યો છે. પરિવારમાં આનંદ સાથે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ગામ લોકો આશ્ચર્યચક્તિ થયા છે. કારણ કે, પચ્ચીસ વર્ષ વીતી ગયા પછી એ વીતશે કે મૃત્યુ પામ્યો હશે તેવી ચિંતા પરિવારજનોને સતત સતાવતી રહી. આખરે રાજકિશોર પચ્ચીસ વર્ષ પછી ઘરે પહોંચ્યો છે.
માનવતાનાં આ કાર્યમાં પિયુષભાઇ સાવલા, પ્રિતિબેન સાવલા, જયંતસિહ ચાવડા, પૃથ્વીરાજસિંહ જાડેજા, દિપેશ શાહ, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, પંકજ કુરવા, જયેશ લાલન, દીલીપ લોડાયા સહયોગી બન્યા હતા.

