માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બિનવારસ આઠ જેટલી લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. આઠ બિનવારસ લાસો ઓળખવિધિ માટે રાખ્યા બાદ તેઓનું કોઈ સગું-સાવકું ન મળતા પોલીસ રિપોર્ટ અને મૃત્યુના દાખલા સાથે માનવજ્યોત સંસ્થા ભુજને સોંપવામાં આવતાં સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રસીક જોગી, હિતેશ ગોસ્વામી, વિક્રમ રાઠી, રફીક
બાવાએ શાસ્ત્રોક્તવિધિથી તેઓની અંતિમક્રિયા કરી હતી.
ગાંધીધામ, ભુજ, મુન્દ્રા, માધાપર ગામોમાંથી અજાણ્યા પુરુષ છની બિનવારસ લાસ તથા તાજા જન્મેલા બે બાળકોની અંતિમ વિધિ ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા કરવામાં આવેલ. ભુજની જનરલ હોસ્પીટલમાં બે બાળકો જન્મતા જ માતાનું મૃત્યુ થયું હતું. અને બે બાળકો પણ મૃત્યુ આપ્યા હતા. બાળકોની અંતિમવિધિ સમયે એ.એસ.આઇ. મુકેશભાઇ સાધુ
સાથે રહ્યા હતા.
માનવતાના આ કાર્યમાં રોટરી ફલેમિંગો ચેરીટેબલ સોસાયટી, ભુજ નગરપાલિકા સ્વર્ગ પ્રયાણધામ ગેસ આધારીત ખારી નદી સ્મશાન ગૃહે સહકાર આપ્યો હતો. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અત્યાર સુધીમાં 808 બિનવારસ લાસોની અંતિમક્રિયા કરવામાં આવી છે. દરેકનાં મૃત્યુનાં પ્રમાણપત્રો તથા પોલીસ રિપોર્ટ સાચવી રાખવામાં આવ્યા છે. અસ્થિઓ માટલામાં ભરી રાખવામાં આવે છે. દર વર્ષે શાસ્ત્રોક્ત વિધિ સાથે અસ્થિઓ ધ્રબુડી પાસે દરિયા કિનારે વિસર્જન કરવામાં આવે છે.

