મૂંગા યુવાનની આંગળીમાં ચામડી નીચે દટાયેલી વીંટી કઢાવી, પીડામાંથી મુક્ત કરાવાયો

માનવજ્યોત સંસ્થા ભુજને એક ૩૦ વર્ષિય મૂંગો યુવાન મળી આવ્યો હતો. આ યુવાનની આંગળીમાં ગંભીર ઇજા જણાતા, એને ભુજની જનરલ હોસ્પીટલમાં દાખલ કરાવવામાં આવ્યો. એક ઇંચની આંગળી ૩ ઇંચ પહોળી થઇ ગઇ હતી. અને ચામડીની અંદર વીંટી દટાઇ ગયેલી જાેવા મળી હતી. સોજાનાંં કારણે આંગળી ત્રણ ઇંચ પહોળી બની ગઇ હતી. આ મૂંગો યુવાન કોઇને કહી શકતો નહતો… તેમજ ત્રણ વર્ષથી અનેક પીળાથી પીળાતો હતો.

માનવજ્યોત સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રફીક બાવા, ગુલાબ મોતા, વાલજી કોલીએ તેની આંગળીનું ઓપરેશન કરાવી વર્ષોથી આંગળીમાં પહેરેલી વીંટીને બહારે કઢાવી યુવાનને પીડામાંથી મુક્તિ અપાવી હતી. આખરે આ યુવાન સ્વસ્થ બન્યો હતો.