ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા દાતાશ્રી રાણાભાઇ રવાભાઇ ડાંગર, કરમણભાઇ જીવાભાઇ ડાંગર ધાણેટી, સુરેશભાઇ પ્રેમજી દડગા-ભુજ, ભરતભાઇ -લંડન, હીરજીભાઇ કેરાઇ-કોડકી તથા સગૃહસ્થ દાતાશ્રીઓનાં સહયોગથી અડધો કિલોનાં ૫૦૦શુદ્ધ દેશી ઘી મીઠાઇનાં પેકેટો તથા ફરસાણાનાં પેકેટો ઝુંપડે-ઝુંપડે વિતરણ કરવામાં આવેલ. શ્રમજીવીકોએ ખુશી વ્યક્ત કરી હતી.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, કૃપાલસિંહ જાડેજા, આનંદ રાયસોની, રફીક બાવા, દિપેશ શાહ, કનૈયાલાલ અબોટીએ સંભાળી હતી.

