ગરીબોનાં ઝુંપડે દિવાળી ઝુંપડે-ઝુંપડે મીઠાઇ વિતરણ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી ભુજ શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા જરૂરતમંદ પરિવારોને અડધો કિલો મીઠાઇ તથા પા કિલો ફરસાણ સાથેનાં પેકેટોનું વિતરણ કરવામાં આવેલ.

મુખ્ય દાતા રાણાભાઈ રવાભાઈ ડાંગર, કરમણભાઇ જીવાભાઇ ડાંગર, સોમનાથ મિનરલ્સ ધાણેટી દ્વારા ૪૦૦, ઉમિયા એગ્રો સેન્ટર સુરેશભાઇ દડગા દ્વારા ૧૦૦, દીપકભાઇ રાજા તથા જેન્તીભાઇ શાહ દ્વારા ૧૦૦, દેવ્યાનીબેન સુરેશભાઇ દવે માધાપર દ્વારા ૧૦૦ મળેલ મીઠાઇ ફરસાણ પેકેટો મળી ટોટલ-900 પેકેટોનું વિતરણ ગરીબોનાં ઝુંપડે ઝુંપડે જઇ કરવામાં આવેલ.

પાંચધામ યાત્રા નિમિત્તે કરમણ જીવાભાઇ ડાંગર પાણેટી પરિવાર દ્વારા ૬૫૦ જરૂરતમંદોને હરિદ્વારમાં ભોજન કરાવવામાં આવેલ. ૪૫૦ ધાણેટી સોમનાથ મિનરલ્સ ફેકટરીથી જરૂરતમંદોને મીઠાઇ પેકેટો આપવામાં આવેલ.

ભુજ વિસ્તારમાં વ્યવસ્થા પ્રબોધ મુનવર, રમેરાબાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, નિતીનભાઇ ઠક્કર, મુરજીભાઇ ઠક્કર, નરશી પટેલ, રીતુબેન વમાં, પ્રતાપ ઠક્કર, જયેશ લોડાવાએ સંભાળી હ