છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. ખુલ્લામાં પડ્યા રહેતા લોકો ઠંડીમાં ઠુંઠવાઇ નજાય તેવા હેતુ સાથે ભુજની જાગૃત સંસ્થા માનવજ્યોત દ્વારા ધાબડા વિતરણનો ત્રીજો રાઉન્ડ શરૂ કરાયો હતો.
સખત ઠંડી વચ્ચે ભૂંગા-ઝુંપડા-કાચા મકાનોમાં રહેતા તથા જરૂરતમંદોને માનવજ્યોત સંસ્થા દ્વારા ધાબડા અર્પણ કરી ઠંડી સામે રક્ષણ અપાયું છે.
દાતાશ્રી કે.જે. શાહ – નિવૃત્ત બેંક મેનેજર બેંક ઓફ ઇન્ડીયા-ભુજ દ્વારા ૭૫, દેવશીભાઇ પરબતરાય હીરાણી ભારાસર- દ્વારા ૫૦, ઘનશ્યામસિહ વાઢેર-ભુજ દ્વારા ૭૫, કાન્તીભાઇ હીરાણી માધાપર-લંડન-દ્વારા ૪૦, રીન્યુ પાવર દ્વારા -૬૦, સ્વામિ વિવેકાનંદ ગ્રુપ-રામપર વેકરાદ્વારા ૩૫, ગુલાબબેન શીવચંદ રવજી ભુજ દ્વારા-૨૦ ગરમ ધાબડા મળેલ.
સંસ્થાના પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, સહદેવસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, પ્રવિણ ભદ્રા, મુરજીભાઇ ઠક્કર, રફીક બાવા, દિપેશ શાહ, કનૈયાલાલ અબોટી, મધુભાઇ ત્રિપાઠી, અનીનાબેન ઠાકુર, માલાબેન જોષી, સરલાબેન ગોસ્વામી, હફિઝાબેન સમા, મીનાબેન બોરીચાએ જુદા-જુદા વિસ્તારોમાં જઇ ધાબડા જરૂરતમંદો સુધી પહોંચાડ્યા હતા.

