ભુજનાં જુદા-જુદા વિસ્તારોમાં કાપડની થેલીઓ વિતરણ કરાઇ પ્લાસ્ટીક ઝબલા વિરૂદ્ધ ઝુંબેશ ચલાવાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ અને વિસ્તારમાં પ્લાસ્ટીક થેલી અને ઝબલા વિરૂદ્ધ ઝુંબેશ ચલાવાઇ હતી.

જુની-નવી શાકમાર્કેટ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, મેઇન બજારમાં જતા આવતા લોકોનાં હાથમાંથી પ્લાસ્ટીકનાં થેલી-ઝબલા લઇ કાપડની થેલીઓ અપાઇ હતી. વધતા જતા પ્રદુષણ અને પ્લાસ્ટીકનાં કચરાથી મુક્ત થવા અને ગૌમાતા તથા અન્ય પશુધનને બચાવવા પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવા સમજ અપાઇ હતી. દરેક જગ્યાએ પેપ્લેટોનું વિતરણ કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની તથા હેમચંદ્ર આચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનાં એમ.એસ.ડબલ્યુ વિભાગ પાટણથી આવેલા અને સામાજિક કાર્યકરની ટ્રેનીંગ મેળવી રહેલા રમેશભાઇ ચોધરી, જીગર ભીલ, કરશન ચોધરી તથા માનવજ્યોતનાં કાર્યકરો શહેરમાં જુદા- જુદા સ્થળોએ ફરી વળી આ ઝુંબેશને વેગ આપ્યો હતો.